Friday, November 13, 2009

સંબધ તારો-મારો

સંબધ તારો-મારો


સુકાયેલી નદી જેવો

સાવ શુષ્ક

ન કોઇ તરંગ કે આંદોલન

કે ન ભીનાસ,

માત્ર સુકો પથરાળ

ખરબચળો પ્રદેશ-

જ્યાં નથીતો લાગણીઓનાં

ઘોડાપુર આવતાં

કે નથી પ્રેમની ગહેરાઇ

અહીંતો કિનારા જ નથી.....

પછી મિલન ની ઝંખના કયાંથી???

ન ખળખળ વહેવાની ખેવના

ન સાગરમાં જઈ

ભળવાની ઊત્સુકતા-

શુષ્ક્તા,માત્ર ને માત્ર શુષ્ક્તા,

બીજુ કંઇજ નહી.

સુકાયેલી નદી જેવો

સંબધ તારો-મારો.

Thursday, November 5, 2009

બરફની જેમ


થીજી ગયેલી

લાગણીઓ જ્યારે

અચાનક પીગળે

અને પછી

આંખોમાંથી

આંસુ બની ટપકે

ત્યારે હ્ર્દયની જે

હળવાસ હોય એ

તે અનુભવી છે????

તું ક્યારેય રડી છે?