Friday, March 26, 2010

"સબંધતો કાચનાં વાસણ જેવો હોય"
એમ કહેવાય છે.
પણ મને એ હંમેશા બોમ્બ જેવો લાગ્યો.
અદલ આતંકીઓ યુઝ કરે એવોજ.
જે સચવાયેલો હોય ત્યાં સુધી
કોઇજ હરકત નહી,
પણ જ્યારે ફુટે ત્યારે એ એનું પોત પ્રકાશે.
લીરે-લીરાં ઉડાવીદે આપણા.
આંખે અંધારા આવે,
અને બુધ્ધિ બહેર મારી જાય છે.
શું કરવું?ક્યાં જવું?કોની પાસે જવું?
કંઇજ ગમ ન પડે
એ સમયે.
આપણું રડવું-કકળવું-બાખળવું
એ પણ ચાલે સાથે-સાથે
ક્યાં ભુલ થઈ?ક્યાં કચાશ રહી?વગેરે
ગણતરીઓ મંડાય.
મારો કોઈજ વાંક ન હતો,એવુંય નિદાન થાય.
પણ અંતે મનમાં એક ડાઘો રહે છે,કોઢ જેવો.
કોઢ જેવો-છેવટ સુધી.
જેનો કોઈજ ઊપચાર નથી હોતો..

4 comments:

  1. "સબંધતો કાચનાં વાસણ જેવો હોય"
    એમ કહેવાય છે.

    જે સચવાયેલો હોય ત્યાં સુધી
    કોઇજ હરકત નહી,
    પણ જ્યારે ફુટે ત્યારે એ એનું પોત પ્રકાશે.
    લીરે-લીરાં ઉડાવીદે આપણા.

    છેવટ સુધી.
    જેનો કોઈજ ઊપચાર નથી હોતો.. bahu j sunder alekhan..... gamyu..

    ReplyDelete
  2. એકદમ સાચી વાત છે દોસ્ત,

    મારુ માનવુ છે કે "ઘર મોટા હોવાથી ભેગુ નથી રેહવાતુ,મન મોટા હોય તો ભેગુ રેહવાય છે"
    આ સંબંધોનું પણ કઈક આવુ જ છે.

    ReplyDelete
  3. અંકીતભાઈ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

    અંકીતભાઈ આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

    ReplyDelete