Thursday, December 9, 2010

એક પ્રતી રચનાં

મિત્રો,આપણાં સદગત કવીશ્રી મણીલાલ દેસાઈની રચનાં " ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.. - " મને ખુબજ પ્રીય છે.આધુનિક સમયમાં જો આ રચનાં લખાય હોત તો લગભગ એ નીચે મુજબ હોત.આ રચનાં સદગત કવીશ્રીની કે મૂળ રચનાંની હાસી ઉડાવવા ખાતર લખાય નથી. હું કવીશ્રીનો અને મૂળ રચનાંનો ખુબજ આદર કરું છું.બાલ્કનીમાં બેસી વાંચુરે મેસેજ વ્હાલમનાં,
બેડરૂમમાં  સૂતી  વાંચુરે મેસેજ વ્હાલમનાં.
    શહેરને છેવાડે 'પબ' ચાલે
       વ્હાલમ મારો સાલસા નાચે
       સાલસા  રે લોલ વ્હાલમનાં
બાલ્કનીમાં બેસી વાંચુરે મેસેજ વ્હામનાં
કાલતો હવે બાઈક ઉપર  રખડશું રે લોલ,
કાલતો હવે આખા શે'રમાં ભટ્કશું રે લોલ.
     રખડતાં મેકઅપ બગડશે મારો
        ભટકતાં  -બાપ ઝડપશે મારો
        ઝડપાશે રે મેસેજ વ્હાલમનાં
બાલ્કનીમાં બેસી વાંચુરે મેસેજ વ્હામનાં
બેડરૂમમાં  સૂતી  વાંચુરે મેસેજ વ્હાલમનાં.

Sunday, December 5, 2010

પ્રશ્ન

ઈશ્વર-
માણસ તારી પાસે આવે
તારી મૂર્તિને
શ્રધ્ધા પૂર્વક નમન કરે
એ મૂર્તિ આગળ
લાખ્ખો રૂપિયા ધરે
અને
તને હિરા ઝવેરાતથી
લથબથ કરે
પણ
બદલામા તારુ
સદીઓથી અકબંધ રહેલુ
પથ્થરીયુ સ્મિત
અને સાથે
તારા કોઇ ચમત્કારની
ધરપત
જો જે હં
કોઇ અણસમજ ન કરતો!
મને તારી જાહોજલાલી
સામે કોઇ જ વાંધો નથી
પણ એક પ્રશ્ન છે
માણસની જાતને તારામાં છે
એટલીજ શ્રધ્ધા
માણસમાં હોત તો???

Saturday, November 13, 2010

વ્હાલા મોમ-ડેડ,
         Happy Children's day;આમ તો આ અમારા ભુલકાઓ નો દિવસ!પણ મોટેરાઓ એક દિવસ માટે પોતાની મોટી-મોટી પદવીઓ ભુલીને પોતાના બાળપણનો ઉત્સવ ઊજવે તો ન ચાલે??બાળપણ એટલે કોઈ ઉંચી ટેકરી ઊપરથી સરોવરમાં કુદકો મારવા જેવો રોમાંચ.આવો રોમાંચ મેળવવાં તમને તમારી મલ્ટીનેશનલ કંપની એકાદ દિવસની રજા ન આપે?
         જોકે અમારાં કરતાં તો તમે બહુજ લકી હતાં કે તમને તમારું બાળપણ "ભર-પૂર" માણવા મળ્યું.બે વર્ષે બેબી સીટીંગમાં કે ત્રણ વરસે નર્સરીમાં અને ત્યારબાદ સ્કુલ-ટ્યુશનસ જેવાં નિયમો ત્યારે ન હતાં.તમે તો પેટ ભરીને રમયાં અને રખડયાં,ફાટેલાં ખિસ્સામાં ગોટી-કોડી લઇને આખે ગામ રખડ્યાં અને તમારાં Cousions સાથે નાની-નાની બાબતો ઉપર લ્ડ્યાં..
         નસીબદાર હતાં તમે,કાશ અમને પણ તમારા જેવી મજાની લાઇફ જિવવાં મળતે!!અમને તો બપોર સુધી સ્કુલ,બપોર પછી ટ્યુશનસ,સાંજે હોબીક્લાસ અને રાત્રે હોમવર્ક!!!અમને રમવાં રખડવાંનો કોઇ સમયજ નહિ??
         આપણી પોશ સોસાયટીનાં આપણાં આઠમાં માળનાં ફ્લેટમાંથી જ્યારે હુ બાજુની ઝૂંપડપટ્ટીનાં છોકરાંઓ રમતાં જોઉંને ત્યારે મને એમની ભારો-ભાર ઈર્ષા થાય છે!મારે પ્લેસ્ટેશન નથી રમવું મારે તો પકડદાવ રમવાં છે!આંખે પાટા બાંધી દોસ્તોને શોધવા છે.એજ દોસ્તો સાથે આખા બજારમાં ભટકવું છે અને બરફગોળા ખાઇને હોઠ લાલ કરવાં છે.મમ્મા જો હુ ક્યરેક એકાદ ગોળો ખાઇ લઉં તો મારાં દાંત બગડી નથી જવાનાં!નવા જમાનાએ એ બધી વહિયાત વાતો શોધી કાઢી છે.
         મારે સ્વીમ કોસ્ચ્યુમ પહેરીને સ્વમિંગપૂલમાં નથી તરવું,મારે તો દોસ્તો સાથે Nude થઇ નદીમાં છબછબીયાં કરવાં છે."બાળપણ અને Nudity ને કોઇજ સબંધં નથી"
મારે ટીવી ઊપર એનીમેટેડ રામાયણ અને મહાભારત નથી જોવા, મારે તો રાત્રે ડેડીનાં બાવડાં ઉપર માથુ રાખીને એ વર્તાઓ સાંભળવી છે.પણ મારુ બેડ-લક કે ડેડી આવે એ પહેલાં હુ ઊંઘી જાઉ છું.
         મમ્મા મારે તારા હાથની ગરમ-ગરમ ફુલેલી રોટલી ખાવી છે,અને તારા હાથે મારાં માથામાં તેલ લગાવવું છે.મને આયાના હાથનું કંઇજ ફાવતુ નથી.તારી સાથે બેસીને ફિલ્મો જોવી છે અને તારા પ્રેમનો અખૂટ ધોધ મારા હાથમાં ઝીલવો છે પણ તું છે કે મારા માટે સમય કઢતીજ નથી!
         મોમ-ડેડ,બાળપણ એટલે નચિંત થઇને રમવું અને જીવનનો ઉત્સવ...ખભા ઉપર ચોપડાંનાં અને મગજ ઉપર ભણતરનાં ભારા નહિ!બાળપણ એટલે દોસ્તો સાથે કોઇકની પજવણી અને કોઇ પણ વિષય ઉપર નાહકની દલીલો,સાયન્સ અને જનરલ નોલેજનાં થોથા નહિ!આખરે આ સમયજ તો જિવવાં માટેનો છે, અમને અમારી જિંદગીનો થોડો સમય નકામી વાતોમાં વેડફવાં આપશો??
                                                એજ તમારું,
                                                 બાળક.


Taare Zameen Par 

Dekho inhein yeh hai onss ki boodein
Patto ki goodh mein aasamaan se khude
Angdai le phir karwat badal kar
Nazuk se moti hasde phishal kar
Kho na jayee yeh
Taare Zameen parFriday, September 3, 2010

રાધાને પત્ર

વ્હાલી રાધા,
       આજે કૃષ્ણજન્મોત્સવનાં દિવસે તું કેમ આટલી સાંભરે છે એ નથી સમજાતું?? જ્ન્મ કૃષ્ણનો અને યાદ તારી!!વાહ રે!
       દિવસો થયાં તને મળ્યાંને,તારી વાતો સાંભળ્યાંને...By the way તું છે કયાં??તારો મધમીઠો અવાજ,તારી કિક્યારીઓ,તારુ ખડખડાટ હાસ્ય,બધુજ હવે તો ઈતિહાસ થઈ ગયું મારા માટે...!
       આમ સાવ રિસાવાનું? તારા ન હોવાની પીડા શું હોય એ તને શું ખબર પડે રાધા!હરી-ભરી રંગીન જિંદગી 'બ્લેક એન્ડ વ્હાઇટ'માં બદલાય જાય છે.જિંદગી અચાનક પચાસનાં દાયકાની ફિલ્મો જેવી નિરસ અને ધીમી બની જાય છે. તારા ન હોવાથી વર્તાતો ખાલીપો પણ ભારેખમ થઈ જાય છે.ગળે બાઝતાં ડુમાંને અને આંખે ઉભરાતાં આંસુંને તારી સાથે સિધો સંબધ છે એતો હવે સમજાય છે!
       હ્રદયતો હમણાં પણ ધબકે છે;પહેલાં જેવુંજ! પણ એનો દરેક ધબકાર તારા નામનો ચિત્કાર પોકારતું હોય એવું ભાસે છે. તું હતી ત્યારે બધું મંત્રવત ચાલતું હતું અને હવે બધું યંત્રવત ચાલે છે.
       આંખોને હમણાંથીજ બેતાલાં આવશે એવું લાગે છે.બીચારી બેઉ જણીઓ સતત મોબાઇલની સ્ક્રીન ઊપરજ મંડાયેલી રહે છે! આંખો મીરા અને શબરી બન્નેની ભુમિકા એકસાથે ભજવે છે. એકલાં હોવું એટલે હજારોની મેદનીમાં કેન્દ્ર્સ્થાને હોવા છતાં કંઇક ખૂટ્તું
લાગતું હોય એ છે.
        પહેલાંતો સવાર થાય એટલે સાંજ પડવાંની રાહ જોવાતી અને સાંજ પડ્યે રાતની! પણ હવેતો કેટલો સમય વિત્યો એની ગણતરીઓ મંડાય છે.તુ હતી ત્યારે સાડા-પાંચ ફૂટનાં શરીરનાં ઘોર અંધકારમાં ધબકતું હ્રદય "ચાંદની"શી શીતળતાં અનુંભવતૂં હતૂં અને હવે જાણે સૂર્યનો ધખધખતો ગોળો!
       આમ સો વાતની એક વાત! તું હતી ત્યારે બધુંજ હતું અને તું નથી ત્યારે કંઇજ નથ!તારા હોવાપણાંની અનુભૂતી બધેજ થાય છે. એટલે તું સર્વત્ર છે. અને હા, સર્વસ્વ પણ!! તું માત્ર તું જ છે, તાને કોઈની ઉપમાં આપી શકાય નહિ.તુંમ એકજ છે છતાં અનંત છે.તારા વિરહને કદાચ કૃષ્ણ વિષાદયોગ કહેવાતો હશે.
                                    
                                                                                                                                    એજ તારો,
                                                                                                                                           રાધાવિનાંનો.....

Wednesday, July 21, 2010

નવી રચના...

આમ અણધાર્યુ આપણું મળવું થયું,


પછી રડવું થયું અને કક્ળવું થયું.

નો'તી ખબર તમે પણ રહો આ શહેરમાં,

કાગનું બેસવું થયું અને તાડનું પડવું થયું.

યાદો ધુમાળો થઈ પ્રસરી અવકાશમાં,

આંખોનું મળવું થયું,જીવનું બળવું થયું.

ફાટેલાં પાના ફરી ફર-ફર્યા જિંદગીનાં,

એક પોટલું છૂટયું અને પડિકુ થયું.

સંકોરી લેવો ભૂતકાળ કાચબાની જેમ,

ફરી કદી ન મળવું એમ નક્કી થયું.

Saturday, April 3, 2010

માસિક શ્રધ્ધાંજલી

બા,આજે તને ગયાંને મહિનો થયો.
હવે તું સૌનાં દિલો-દિમાગ માંથી નિકળી ગઈ!
જેનાં ચ્હેરા ઊપર હંમેશા-
હાસ્ય વિસામો કરતું
એવી તું હવે એક મહિનાથી
હસતે મોઢે દિવાલ ઊપર લટકે છે!!
આમેય તે અમારા માટે
બધું હસતે મોઢેજ વેંઠયું હતુંને!
જોકે મને હજુય સપનાંમાં
તારુ બોખુ મોઢું દેખાય છે.
અને રાત્રે સેકન્ડશીપ માંથી આવુ ત્યારે
"ભાઇ આવી ગયો...?"
એમ પણ સંભળાય છે.
બે'ક દિવસ પહેલાં તારી જણસની
વ્હેચણી અંગેની મિટિંગ હતી.
તારી બધી જણસ મારા ભાગે આવી બા!
કોઇએ કંઇ ન લીધું.
ન ભાઇઓએ કે ન બહેનોએ.
બધાં કહે છે "અમને કંઇજ જરૂર નથી-
અમે સધ્ધર છીએ,તું રાખ આ બધું.
તને કામ આવશે."
બા,આજે મને મારી ગરીબીનો ગર્વ થયો.
તું ભલે સદેહે નથી,પણ યાદ રૂપે તો
મારી પાસે રહી!!
એય આખે-આખી,ભાગ વગરની.
તારી યાદોનું હું અંત સુધી જતન કરીશ.
તારી જેમજ....

Friday, March 26, 2010

"સબંધતો કાચનાં વાસણ જેવો હોય"
એમ કહેવાય છે.
પણ મને એ હંમેશા બોમ્બ જેવો લાગ્યો.
અદલ આતંકીઓ યુઝ કરે એવોજ.
જે સચવાયેલો હોય ત્યાં સુધી
કોઇજ હરકત નહી,
પણ જ્યારે ફુટે ત્યારે એ એનું પોત પ્રકાશે.
લીરે-લીરાં ઉડાવીદે આપણા.
આંખે અંધારા આવે,
અને બુધ્ધિ બહેર મારી જાય છે.
શું કરવું?ક્યાં જવું?કોની પાસે જવું?
કંઇજ ગમ ન પડે
એ સમયે.
આપણું રડવું-કકળવું-બાખળવું
એ પણ ચાલે સાથે-સાથે
ક્યાં ભુલ થઈ?ક્યાં કચાશ રહી?વગેરે
ગણતરીઓ મંડાય.
મારો કોઈજ વાંક ન હતો,એવુંય નિદાન થાય.
પણ અંતે મનમાં એક ડાઘો રહે છે,કોઢ જેવો.
કોઢ જેવો-છેવટ સુધી.
જેનો કોઈજ ઊપચાર નથી હોતો..

Monday, March 8, 2010

સ્ત્રી મારી નજરે.....

આજે  8 march આંતરરાષ્ટ્રીય મહિલા દિન.વિશ્વભરની મહિલાઓ આજનો દિવસ ભારે ઉત્સાહથી ઊજવશે.ઊજવી રહી હશે.ઠેક-ઠેકાણે મહિલાઓને લગતાં કાર્યક્રમો યોજાતાં હશે,કયાંક મહિલાઓ રસ્તાઓ ઊપર પ્રદર્શનો કરવાં ઊતરી પડી હશે.સાંજે ન્યુઝ ચેનલો ઊપર 'એક્ષપર્ટો' બેસીને મહિલાઓ અંગે ચર્ચા કરશે..!ક્યાંક કાયદાઓમાં ધરખમ સુધારા અંગેની અરજીઓ થશે.અને હાં,આજે રાજ્યસભામાં પણ અનામતનાં બિલ અંગે ધમાલ મચશે!!!
    પણ, બધી વાતોનાં મૂળમાં કેન્દ્રસ્થાને રહેલું તત્વ એટલે મહિલા.સ્ત્રી!બધા આજે કયદાઓ,અમલીકરણ,હક્કો,અત્યાચારો,સિધ્ધીઓ ગૂંજશે.પણ આપણે માત્ર સ્ત્રી અંગેનીજ વાતો માંડીશું. ટૂંકમાં..
    સ્ત્રી એટલે શું?સ્ત્રી હોવું એટલે શું?સ્ત્રી એટલે કોણ?સ્ત્રીમાં એવું તે કયું તત્વ છે કે જે એને સૌથી અલગ પાડે છે??આવા અનેક સવાલો ઊઠે છે અને ગૂંજે છે.તેમજ ફિમેનિઝમ અંગે કેટ્લાય સંશોધનો થાય છે. કેમ??? કારણકે સ્ત્રીતત્વજ એવું છે.
    સ્ત્રી અંગેની કેટકેટલીય વ્યાખ્યા થઈ.મે પણ એક કરીછે....
"લાગણીઓથી સભર અને સાવ સરળ માનવદેહ એટલે સ્ત્રી." મેં અનુભવ્યું છે એટલે લખ્યું.સ્ત્રી એટલે પરિપુર્ણતા અને સંપુર્ણતા,સ્ત્રી એટલે સરળતાતો ખરીજ પણ સાથે સચોટતા પણ!સ્ત્રી કઠોર હોઇ શકે પણ નિષ્ઠુરતો હોય.એનાં શરીરનું બંધારણ જોઈ એને અબળા કહી હશે પણ સ્ત્રીનું મન અને હ્ર્દય સાવ સબળ અને મક્ક્મ.વધુમાં
ધીરજ,ગંભીરતા,મમતા,મક્ક્મતાંનો સમન્વય એટલે સ્ત્રી.
    સ્ત્રી એટલે great sporter,એનો સહકાર પણ ખરો,અને એનાં ઊપર આધાર પણ ખરો!સ્ત્રી એટલે ગદ્દ્દારી નહિ પણ સમજદારી.જેને સ્થિતીની સંપુર્ણ સમજદારી હોય.જે સાથોસાથ ચાલે.અને અડધી જવાબદારી પોતાનાં ખભે ઉપાડે.એટલેજ કદાચ અર્ધાંગની પણ કહી હોય!! જે પાણીમાં ખાંડની જેમ ભળે,પોતાનું અસ્તિત્વ ગુમાવે અને સંપુર્ણતઃ મિઠાશ ફેલાવે.....
   અંતે સૌ વાત ની એક વાત સ્ત્રી એટલે સ્ત્રી.એક પુરુષ આથી વધુ કંઈ લખી શકે????અહીં સુરતનાં કવિયત્રી એષા દાદાવાળાનું સ્ત્રી અંગેનુ મંતવ્ય મમળાવીએ,
"સ્ત્રી હોવુ એટલે એકજ જીંદગીમાં અનેક જીંદગી જીવતાં હોવું. Rather, સ્ત્રી હોવું એટલે 'હું'થી સભર હોવું."

અહીં એમનો જ લખેલો બીજો પત્ર જોઈએ.......

"આજે તમે તમારી માને-પત્નીને-દીકરીને-બહેનને કે પુત્રવધુને થેંકયું કહી શકો..

     સ્ત્રી-એને એકજ  જીંદગીમાં ઘણી જીંદગીઓ જીવવાનો કસબ હાથવગો હોય.એને રાહ જોતાં આવડતું હોય અને એ રાહ જોઇ પણ શકે...એ એનાં હિસ્સાંનું સુખ તમારા નામે કશુંય બોલ્યાં વિના,કશુંય 
ઇચ્છ્યા વિના કરી શકે...એ ડાબા હાથમાં ઘડિયાળ પહેરતી હોય પણ 
એ ઘડિયાળમાં દોડતામ સમયને એણે ડાબો કરી દીધો હોય..
    માને આંખે દુરનાં ચશ્મા એટલાં માટે હોય કારણકે રાહ જોતી વખતે એ દુર સુધી નજર કરી શકે.એની આંખો રાહ જોતાં-જોતાં જ ઘરડી થઈ જાય.
    જે એનાં હિસ્સાંની  ચોકલેટ્સ પણ તમારા ભાગમાં મૂકી દે એ બહેન,જે રોજ સવારે તમે ઊઠો ત્યારે તમારાં હાથમાં સવારનું છાપું અને ચાનો કપ મૂકી આપે એ પત્ની,જે એનાં નાનાં નાનાં હાથોને તમારી આંખો પર મૂકીને પૂછે કે 'બોલો, હું કોણ છું...??' એ દીકરી,અને જે તમારી જાણ બહાર તમારાં જ દીકરાં ને કહે કે આ વેકેશનમાં પપ્પાને પં હોલિડેઝ પર સાથે લઈ જઈએ તો..?એ તમારી પુત્રવધુ ને થેંક્યું કહેવાનો દિવસ છે.... આજનો દિવસ તમારી જીંદગીની બધીજ સ્ત્રીઓ માટે લાગણીઓનું આરક્ષણ કરવાનો દિવસ છે... આજે તમે એમનાં હાથમાં એક નાનકડું ફુલ મૂકીને કહી શકો,થેંક્યુ.... મને જાળવવા બદલ અને મને સાચવવા બદલ..".

                                                                                                                                       -એષા દાદાવાળા.Thursday, February 25, 2010

એ આવશે...

      'વિજલાં.....'વિજયને કાને ફરી એજ અવાજ સંભળાયો,એ જમવા બેઠો હતો.એ વાયુવેગે ઉઠીને બહાર દોડ્યો.પરંતુ રસ્તો હજુય પહેલાં જેવોજ સૂમ-સામ હતો.દુનિયાં જાણે એનાં શોકમાં સામેલ હોય એમ બધું શાંત હતું,બપોર જાણે એનાં દુઃખનાં રોદણાં રડતી હતી......


     એ ફરી ઘરમાં આવ્યો અને જમવાં બેઠો,એની આજી(નાની)એનાં માટે જમવાનું લાવી હતી કોઇ ભાઠલાંને ત્યાંથી.ખોરાક સાવ ઠંડો હતો,પણ એ ઠંડો ખોરાક જાણે વિજયનાં બળતાં જીવને તાઢક આપતો હતો....!!!

    'કાં ગેલો?' બાજુમાં બેઠેલી આજીએ પૂછયું.

   'મને માઈ(મા)નો અવાજ હંભરાયો..'વિજય રડું-રડું થઈ ગયો.

   'તારી માઈ અવેની(હવે નહિ) આવે.'આજીનાં ચહેરાંપર જેટલી શુષ્કતાં દેખાતી હતી એટલીજ શુષ્કતાં એનાં દિલમાં પણ જણાંતી હતી.

  'કેમ???'વિજયનાં હાથમાંનો કોળિયો હાથમાંજ રહી ગયો.

  'એમજ' આજી ત્યાંથી ઊઠીને બહાર ઓટલાં પર ગઇ.

     વિજયને કંઇ સમજાતું ન હતું.એની મા બે દિવસથી લાપતા છે,પરંતુ ઘરનું કોઇ એની મા ને શોધતું નથી,જોકે બે દિવસથી ઘરમાં ખામોશી જરૂર હતી.પરંતુ બધાનાં કામો રાબેતાં મુજબ ચાલું હતાં.

    જમીને વિજય ફળિયાંમાં રમવાં નિકળી ગયો, રમતાં રમતાં આખું ગામ ખૂંદી આવ્યો,સાથે જ ઘરમાં સાંજ પણ લઇ આવ્યો.... રમતી વખતે એને એનું દુઃખ યાદ ન આવ્યું.કદાચ પ્રભુની બાળકો ઉપર એજ મ્હેર હશે!!

     ઘરમાં આજી ચૂલાંમાં ફૂંકણીથી ફૂંક મારીને ચૂલો સળગાવાનો પ્રયત્ન કરી રહી હતી અને આજા(નાના) કામેથી આવીને ઓટલે કાથીનાં ખટલાં પર પડ્યાં-પડ્યાં બીડી પીતાં હતાં.મામા હજુ આવ્યાં ન હતાં,ઓટલાને બીજે છેડે બે બકરીઓ પાલો ચરી રહી હતી.

       વિજય ઓટલાંનાં થાંભલા આગળ બેઠો,એની નજર સતત રસ્તા ઉપર મંડાયેલી હતી.ક્યાંક જરાય પગરવ સંભળાય એટલે એ સળવળતો પરંતુ પાછો થોડી ક્ષણોમાં નિરાશ થઇને સ્થિર થઇ જતો.એને મા વિના જરાય ગમતું ન હતું,પરંતુ એને મનમાં સવાલ ન થયો કે શું "મા ને મારા વિનાં ગમતું હશે???"

     વિજયને સાંજનો સમય જરાય ન ગમતો,સાંજ એને હંમેશા ડરામણી લગતી,અને હવે મા ના ગયા પછીતો ખુબજ...,જેવી સાંજ પડે કે જાણે એનાં પેટમાં અગ્નિ પ્રગટે જે રાત્રે એને ઊંઘ આવે ત્યાં સુધી એનાં પેટમાં સળગે.

      હવે લગભગ સાવ અંધારું પથરાયું હતું,નિશાચરો હવામાં આમ-તેમ હિલ્લોળા લેતાં હતાં,અને ક્યાંક કૂતરાં ભસતાં હતાં.બાકી બધે શાંતી હતી.સાંજનો સમય હંમેશા ગામમાં આવોજ હોય છે....

      વિજયને ખુબજ ડર લાગતો હતો.એને રડવાનું મન થયું પણ રડે ક્યાં???મા તો એની હતી નહિ.એને માની ખુબજ તીવ્રપણે યાદ આવવાં માંડી,મા ને જઇને વળગી પડવાની ઈચ્છા થઇ.પં એ લાચાર હતો.

    વિજયને ગૂંગળામણ થવા માંડી,જાણે એનો જીવ રુંધાતો હતો.

        એની આંખોમાં પાણી બાઝી ગયાં...હજુ એણે આંખો બંધ કરી ત્યાં દળ-દળ આંસુ પડ્યાં.હવેય એને ફરી મા સાંભરી,એ જ્યારે રડતો ત્યારે મા એને વ્હાલથી તેડી લેતી ને એના સાડીનાં છેડાં વડે એનો ચ્હેરો લૂછંતી....
  
      વિજયને એની મા ના ખોડામાંજ એ બેઠો છે એવો ભાસ થયો,એ થાંભલાને વળગી પડ્યો.જાણે માના જ ગળે બાઝી પડ્યો હોય..!!થાંભલાને એણે વધુ ભિંસમા લીધો.થાંભલાની સખતાઈ હોવા છતામ એને મા જેવો નરમ-હૂફાળો અનુભવ થયો...

      'માઈ......'એનાં મોં માંથી ઉદગાર નીક્ળ્યો.

    ખાટલા પર સૂતેલાં એના આજાને એ સંભળાયું,ડોસો ખટલામાં જ થોડો સળવળયો.એણે જોયુ કે વિજય થાંભલાંને વળગીને રડતો હતો..ડોસાને વિજય પર દયા આવી.આજો ખાટલેથી ઉઠી ને વિજય પાસે આવ્યો.

   'વિજલાં...!!!'આજાએ એના માથે હાથ ફેરવ્યો.

    વિજય આજાને વળગી પડ્યો અને ધ્રુસ્કે ચ્ઢ્યો.આજો એને પસવારવા માંડયો.વિજયને જાણે થોડી રાહત થઈ.જોકે એ હાથોમાં મા ન જેવો જાદુ તો ન જ હતો!

   'આજા'વિજયે આજાન મો તરફ જોયુ.'મા...ઇઇઇ..??' અણે પ્રશ્ન કરયો.

     'મારા દિકરાં.....'આજો વિજયને રડતો જોઈ ન શક્યો.એની વ્રુધ્ધ આંખો માંથી પણ પાણી સર્યા.

    'આજા માઇ કાં ગેઈ(ગઈ)?? ક્યારે આવહે(આવશે)??'

   'તારી માઇ નાહી ગેઇ...અવે ની આવે..'આજાના ચ્હેરા ઉપર શુષ્કતાં પથરાય.

   'કેમ કાં નાહી ગેઈ???'

   'એનાં માટી હાથે...તારા હાવકા બાપ હાથે..'આજાના શબ્દોમાં હવે કડકાઈ આવતી હતી.વિજયને આજાની વાતમાં સમજણ પડતી ન હતી..

  'મને કેમ મુકી ગેઇ..??'

   'તારી માઇને તારા કરતા એ વધારે વાલો(વ્હાલો) એટ્લે....સાલી રાં...'આજાએ વિજયની મા ને ગાળ દીધી.

  '...........'વિજયે આજાની આંખોમા જોયુ..એને આજાએ શું કહ્યુ એ નઇ સમજાયું પણ આજાએ મા ને ગાળ દીધી એટલે એણે જોયું.

   'જાવાદે દિકરાં,તને અમણાં હમજ ની પડે.'આજા એ વિજયનાં મોઢે હાથ ફેરવ્યો,એનાં આંસુ લૂછ્યાં ને આજાએ એની ફટેલી બંડી વડે વિજયની શરદી લૂંછી.

   વિજયને ફરી રડું આવ્યું.

   'ચાલ દિકરાં રડ નો....'

   'માઇ પાછી આવહે..???'વિજયે ફરી પ્રશ્ન કર્યો.

    'ની......'આજાએ કહ્યું.

   વિજય અને અજા બન્ને ચૂપ થઈ ગયાં.

   વિજયે રડી લીધુ તો જાણે એને શાંતી થઇ.

   અંદરથી કામ પતાવીને આજી પણ બહાર આવી,આજા-દિકરા ને બેઠેલાં જોઇ એ પણ એમની બાજુમાં બેઠી.આજીએ વિજયનાં માથે હાથ ફેરવ્યો.એનેય દિકરા ની આ સ્થિત માટે દયા આવી.એને પોતાની જ દિકરી માટે દ્રુણા થઈ.

   'ચાલ દિકરાં આપણે ખાઈ લેયે......'

  'મામો??'વિજયે એનાં મામા વિશે પૂછયું.

  'મામો આવીને જમી લેહે..એને આવતાં રાત થાહે..'

   ત્રણેય જણાં ઓટલેથી ઊભા થયાં અને અંદર તરફ ડગ માંડ્યાં.વીજયે પાછુમ ફરીને રસ્તાં તરફ જોયું,પણ ત્યાણ કોઇ ન હતું.એને હજુય દિલનાં એક ખુણાંમાં આશા હતી કે હજુય મા આવશે.

   'દેવલાં(ભગવાન)મારી માઇને પાછીમોકલજે'વિજયે મનોમન ઇશ્વરને પ્રાર્થના કરી.એણે ફરી પાછળ જોયું.પણ ત્યાં કોઇ ન હતું.એની નજર ઓટલાને છેવાડે બાંધેલી બકરી એનાં બચ્ચાંને ચાટી રહી હતી.....

 
 
 
 
  આજે પહેલી વખત હું બ્લોગ પર "વારતા" મુકું છું. લાંબું લખાણ હોવાને કારણે ટાઈપ કરવાનો ખુબ કંટાળો આવ્યો."વારતા" લેખન દરમ્યાંન મને શ્રી કાંતી વાછાણી, તેમજ ટાઈપીંગ દરમ્યાંન નીતા કોટેચા દ્વારા ઉત્સાહ મળ્યો એ બદલ હું બન્નેનો આભારી છું.
 
 

Saturday, February 13, 2010

હવે કદાચ વાઘ નહિ આવે...

આપણી એક પ્રચલિત બાળવાર્તા છે,જેમાં એક ભરવાડ એનાં બકરાંને ચરાવવા રોજ સીમમાં જાય.ભરવાડનો સ્વભાવ થોડો રાખી સાવંત જેવો હશે એટલે એને ટિખળ સૂઝે અને સ્વયંવરની જેમ એ પણ અમસ્તીજ બૂમો પાડે કે "વાઘ આવ્યો.... વાઘ આવ્યો..." ભરવાડની બૂમો સાંભળી ગામલોકો વાઘને મારવા આવી પહોંચે છે,પણ વાસ્તવમાં ત્યાં વાઘ આવેલો ન હતો.બીજી વખત પણ ભરવાડભાઈએ એવુંજ કર્યુ અને ગામલોકોને અમસ્તાંજ દોડાવ્યાં.પછી એક વાર એવું બને છે કે ભરવાડભાઈ એમનાં નિત્યક્ર્મ મુજબ બકરાં લઇને નિકળે છે અને ત્યાં એને સાચેજ સક્ષાત વાઘનાં દર્શન થાય છે,ભરવાડભાઈ વાઘને જોઈ ફરી બૂમો પાડે છે પણ ભરવાડભાઈનાં પાછલા રેકોર્ડને કારણે આ વખતે લોકો આવતા નથી.... પછી...???પછી શું???પછી ભરવાભાઈ બૂમો પાડતાજ રહી જાય છે અને વાઘ એકાદ બકરીનો હળવો નાસ્તો કરીને પોતાના રસ્તે પડે છે.


ઊપરની વાર્તામાં ત્રીજી વખત વાઘ આવે છે,પરંતુ હવેનાં અનુંસંધાનમાં જોઈએ તો કદાચ વાઘ આવવાનાં ચાન્સ ઓછા છે.કરણકે વાઘ હવે રહ્યાં જ છે કેટલાં??? "૧૪૧૧...." સાવ નજીવી સંખ્યા...!!હવે થોડાં વર્ષો પછી કદાચ ભરવાડ બૂમો પાડે તો લોકો ઉત્સુકતાથી બધા કામો પડતા મુકીને દોડતા આવશે કે "ચાલો જોઇએ તો ખરાં વાઘ કેવો હોય!!"


કેટલી શરમજનક વાત છે,દેશની એક અબજ વસ્તીમાં માત્ર ૧૪૧૧ વાઘ?વાઘને રાષ્ટ્રીય પ્રાણી ઘોષીત કરીને છટકી ગયાં,બસ વાર્તા પૂરી.વાઘની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો કેમ થાય?વાઘનાં મરવાં પાછળનાં કારણો કયાં?કંઇજ દરકાર નથી રાખી આપણે...વાઘની ઘટતી સંખ્યા પાછળ સ્વાઈનફ્લૂ કે એઈડ્સ તો જવાબદાર ન જ હોય ને??


તો વાઘ ગયાં કયાં?અને કોણ છે જવબદાર એની પાછળ?અને શું એ જવાબદારો પાછળ કોઇ નક્ક્ર્ર પગલાં ભરાય છે?ઘણાં સવાલો ઊઠે છે,પણ એકનોય જવાબ નથી.સરકાર "સેવ ટાઈગર" ની ઝુંબેશ ચાલાવે છે,પણ નથી તો એ વાઘનાં ખરાં દુશ્મનોને ઝબ્બે કરતી કે તેમને પકડવાનાં પ્રયાસો કરતી...


ખેર,સરકાર કહે છે કે બ્લોગ અને એસએમએસ વડે વાઘની આ કફોડી હાલત વિશેનો પ્રચાર-પ્રસાર કરો અને લોકોમાં જાગ્રુતિ આણો,એટલે સરકારે કહ્યું અને મને યોગ્ય લાગ્યું એટલે મેં બ્લોગ પર કહ્યું,આ તો ખો-ખો ની રમત જેવું છે.હુ તમને ખો આપું છું,તમે કોને આપશો???બોલો આથી વિશેષ આપણે કંઈ કરી શકીશું???

Wednesday, February 10, 2010

વ્હાલી રાધા,


તું કુશળજ હશે.........

આજે તને "કાગળ" લખવાનું મન થયું... હમણાં તારી યાદ બહું આવે છે,એક તો વસંત મ્હોરી છે ને બીજી તરફ "વેલેન્ટાઇન ડે" નજીક છે.. પછી તું જ કહે આવી મોસમમાં તું યાદ ન આવે તો કોણ યાદ આવે???

જોકે રાધા તું તો મને દરેક મોસમમાં જ યાદ આવે,ક્યારેક એકાદ વરસાદનું ઝાપટું આવે કે તું મને વરસાદ થઈ ભિંજવે,ને શિયાળામાં રોજ તું સાંજ બનીને મને પજવે.એટલે તારા ભુલાવાનો તો કોઇ સવાલ જ નથી..

છતાં હમણાં તું કંઈક વિશેષ યાદ આવે છે,અને આમેય તારી યાદ સિવાય મારી પાસે બીજું છે પણ શું???તૂં પ્રત્યક્ષ તો નથી જ ને!!ક્યારેક થાય છે આ તે કેવો પ્રેમ??જેમાં પ્રત્યક્ષ મળવાનું હોતું જ નથી.....!!!માત્ર વિરહજ??? હશે,કદાચ પ્રેમ એનેજ કહેવાતો હશે..

પણ રાધા,આપણાથી નથી મળાતું એ જ સારું પણ છે.કારણકે આ દેશમાં તો પ્રેમીઓ ને હડધૂત કરાય છે.. અરે ખુલ્લેઆમ પિટવામાં આવે છે પ્રેમીઓ ને અહીં....તારે જોવું હોય તો જોઈ લેજે "વેલેન્ટાઇન ડે" ના દિવસે,પ્રાણીઓ ની જેમ માર મારવામાં આવશે એમને...અહિં બધા ધર્મનાં ઊપાસકો ને રક્ષકો ઘણાં છે..એટલે એમની સંસ્ક્રુતીની રક્ષા કરવાંમાટે રસતાઓ પર ઘણાં સ્વયંસેવકો ઉતરી આવશે..

તો બીજુંતો શું કહું???તને યાદ કરીને તને પત્ર લખવાં ગયો ત્યાં બીજુંય ઘણું યાદ આવી ગયું ને મન ખાટું થઈ ગયું..જવાદે હવે તને નથી લખવું....કદાચ હજુ કંઈ લખવાં જઈશ ત્યાં બીજું જ લખાશે....

તારો જ વ્હાલો,

રાધાવિનાંનો....

Sunday, January 24, 2010

આખરી સલામ.............

તમારા માટે વધું કહેવાની મારી હેસીયત નથી.............


ભગવાન તમારા આત્માને શાંતિ અર્પે.....

Sunday, January 10, 2010

વ્હાલમ, હવે ન એવુ ચાલે

વ્હાલમ, હવે ન એવુ ચાલે,
વ્હાલમ,તું રોજ મને સતાવે.

ક્યારેક તું અમસ્તો આવી પ્રેમ વરસાવે,

ને ક્યારેક છપ્પનિયો બની તું તરસાવે.

વ્હાલમ,તું રોજ મને સતાવે,

વ્હાલમ, હવે ન એવુ ચાલે.

હવે બારમાસી ફુલ બની ફુટ મારામાં,

-તારી મોસમની રાહ જોવી ન ફાવે.

વ્હાલમ, હવે ન એવુ ચાલે,

વ્હાલમ,તું રોજ મને સતાવે.

Monday, January 4, 2010

અહીં ટાઢ પણ લાગશે,તાપ પણ લાગશે


આ સબંધ છે,અહીં ઊકળાટ પણ લાગશે.

એ પ્રેમ પણ માંગશેઅને હૂંફ પણ માંગશે,

અરે! આ સબંધ છે એ પ્રુફ પણ માંગશે.

એને સહકાર પણ જોઇશે,સાથ પણ જોઇશે

આ સબંધ છે એને હિસાબ પણ જોઇશે.

અહીં અપેક્ષા પણ હશે, આશા પણ હશે,

અરે!આ સબંધ છે અહીં હતાશા પણ હશે.