આજે 8 march આંતરરાષ્ટ્રીય મહિલા દિન.વિશ્વભરની મહિલાઓ આજનો આ દિવસ ભારે ઉત્સાહથી ઊજવશે.ઊજવી રહી હશે.ઠેક-ઠેકાણે મહિલાઓને લગતાં કાર્યક્રમો યોજાતાં હશે,કયાંક મહિલાઓ રસ્તાઓ ઊપર પ્રદર્શનો કરવાં ઊતરી પડી હશે.સાંજે ન્યુઝ ચેનલો ઊપર 'એક્ષપર્ટો' બેસીને મહિલાઓ અંગે ચર્ચા કરશે..!ક્યાંક કાયદાઓમાં ધરખમ સુધારા અંગેની અરજીઓ થશે.અને હાં,આજે રાજ્યસભામાં પણ અનામતનાં બિલ અંગે ધમાલ મચશે!!!
પણ,આ બધી વાતોનાં મૂળમાં કેન્દ્રસ્થાને રહેલું તત્વ એટલે મહિલા.સ્ત્રી!બધા આજે કયદાઓ,અમલીકરણ,હક્કો,અત્યાચારો,સિધ્ધીઓ ગૂંજશે.પણ આપણે માત્ર સ્ત્રી અંગેનીજ વાતો માંડીશું.એ ય ટૂંકમાં..
સ્ત્રી એટલે શું?સ્ત્રી હોવું એટલે શું?સ્ત્રી એટલે કોણ?સ્ત્રીમાં એવું તે કયું તત્વ છે કે જે એને સૌથી અલગ પાડે છે??આવા અનેક સવાલો ઊઠે છે અને ગૂંજે છે.તેમજ ફિમેનિઝમ અંગે કેટ્લાય સંશોધનો થાય છે. કેમ??? કારણકે આ સ્ત્રીતત્વજ એવું છે.
સ્ત્રી અંગેની કેટકેટલીય વ્યાખ્યા થઈ.મે પણ એક કરીછે....
"લાગણીઓથી સભર અને સાવ સરળ માનવદેહ એટલે સ્ત્રી." મેં અનુભવ્યું છે એટલે લખ્યું.સ્ત્રી એટલે પરિપુર્ણતા અને સંપુર્ણતા,સ્ત્રી એટલે સરળતાતો ખરીજ પણ સાથે સચોટતા પણ!સ્ત્રી કઠોર હોઇ શકે પણ નિષ્ઠુરતો ન જ હોય.એનાં શરીરનું બંધારણ જોઈ એને અબળા કહી હશે પણ સ્ત્રીનું મન અને હ્ર્દય સાવ સબળ અને મક્ક્મ.વધુમાં
ધીરજ,ગંભીરતા,મમતા,મક્ક્મતાંનો સમન્વય એટલે સ્ત્રી.
સ્ત્રી એટલે great sporter,એનો સહકાર પણ ખરો,અને એનાં ઊપર આધાર પણ ખરો!સ્ત્રી એટલે ગદ્દ્દારી નહિ પણ સમજદારી.જેને સ્થિતીની સંપુર્ણ સમજદારી હોય.જે સાથોસાથ ચાલે.અને અડધી જવાબદારી પોતાનાં ખભે ઉપાડે.એટલેજ કદાચ અર્ધાંગની પણ કહી હોય!! જે પાણીમાં ખાંડની જેમ ભળે,પોતાનું અસ્તિત્વ ગુમાવે અને સંપુર્ણતઃ મિઠાશ ફેલાવે.....
અંતે સૌ વાત ની એક વાત સ્ત્રી એટલે સ્ત્રી.એક પુરુષ આથી વધુ કંઈ લખી શકે????અહીં સુરતનાં કવિયત્રી એષા દાદાવાળાનું સ્ત્રી અંગેનુ મંતવ્ય મમળાવીએ,
"સ્ત્રી હોવુ એટલે એકજ જીંદગીમાં અનેક જીંદગી જીવતાં હોવું. Rather, સ્ત્રી હોવું એટલે 'હું'થી સભર હોવું."
"આજે તમે તમારી માને-પત્નીને-દીકરીને-બહેનને કે પુત્રવધુને થેંકયું કહી શકો..
સ્ત્રી-એને એકજ જીંદગીમાં ઘણી જીંદગીઓ જીવવાનો કસબ હાથવગો હોય.એને રાહ જોતાં આવડતું હોય અને એ રાહ જોઇ પણ શકે...એ એનાં હિસ્સાંનું સુખ તમારા નામે કશુંય બોલ્યાં વિના,કશુંય
ઇચ્છ્યા વિના કરી શકે...એ ડાબા હાથમાં ઘડિયાળ પહેરતી હોય પણ
એ ઘડિયાળમાં દોડતામ સમયને એણે ડાબો કરી દીધો હોય..
માને આંખે દુરનાં ચશ્મા એટલાં માટે હોય કારણકે રાહ જોતી વખતે એ દુર સુધી નજર કરી શકે.એની આંખો રાહ જોતાં-જોતાં જ ઘરડી થઈ જાય.
જે એનાં હિસ્સાંની ચોકલેટ્સ પણ તમારા ભાગમાં મૂકી દે એ બહેન,જે રોજ સવારે તમે ઊઠો ત્યારે તમારાં હાથમાં સવારનું છાપું અને ચાનો કપ મૂકી આપે એ પત્ની,જે એનાં નાનાં નાનાં હાથોને તમારી આંખો પર મૂકીને પૂછે કે 'બોલો, હું કોણ છું...??' એ દીકરી,અને જે તમારી જાણ બહાર તમારાં જ દીકરાં ને કહે કે આ વેકેશનમાં પપ્પાને પં હોલિડેઝ પર સાથે લઈ જઈએ તો..?એ તમારી પુત્રવધુ ને થેંક્યું કહેવાનો દિવસ છે.... આજનો દિવસ તમારી જીંદગીની બધીજ સ્ત્રીઓ માટે લાગણીઓનું આરક્ષણ કરવાનો દિવસ છે... આજે તમે એમનાં હાથમાં એક નાનકડું ફુલ મૂકીને કહી શકો,થેંક્યુ.... મને જાળવવા બદલ અને મને સાચવવા બદલ..".
-એષા દાદાવાળા.
આપે તો 'સ્ત્રી'નો ખુબ જ સરસ પરિચય કરાવ્યો.સ્ત્રીઓ ખુબ જ લાગણીશિલ હોય છે.કહેવાય છે કે " પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ હોય છે."
ReplyDelete"નારી, તુ નારાયણી"
GREAT !!!
ReplyDeleteબાપરે ! કેટલી બધી ઊંચાઈ ? નાનકડું બચ્ચું આમ જ ડરતું હતું ! છેવટે માં રિસાઈ ને સામેની ડાળ પર બેસી ગઈ. પાસે ન જ આવી ત્યારે માં ને મનાવવા ડરતા બચ્ચાં એ કુદકો માર્યો...ને તેને આખ્ખિ દુનિયા મળી ગઈ !
Very nice thought.keep sharing your lovely ideas with us n keep writing like this.God bless you.Bye n take care.
ReplyDeleteKind Regards,
Gaurav S.Desai
vah ankitbhai stione atli samajva badal abhar.... n eshaji tamaru creation too aam pan mane game j che....so very nice aarticle...
ReplyDeletesorry.. strione shabd vancho plz..
ReplyDelete