વ્હાલી રાધા,
આજે કૃષ્ણજન્મોત્સવનાં દિવસે તું કેમ આટલી સાંભરે છે એ નથી સમજાતું?? જ્ન્મ કૃષ્ણનો અને યાદ તારી!!વાહ રે!
દિવસો થયાં તને મળ્યાંને,તારી વાતો સાંભળ્યાંને...By the way તું છે કયાં??તારો મધમીઠો અવાજ,તારી કિક્યારીઓ,તારુ ખડખડાટ હાસ્ય,બધુજ હવે તો ઈતિહાસ થઈ ગયું મારા માટે...!
આમ સાવ રિસાવાનું? તારા ન હોવાની પીડા શું હોય એ તને શું ખબર પડે રાધા!હરી-ભરી રંગીન જિંદગી 'બ્લેક એન્ડ વ્હાઇટ'માં બદલાય જાય છે.જિંદગી અચાનક પચાસનાં દાયકાની ફિલ્મો જેવી નિરસ અને ધીમી બની જાય છે. તારા ન હોવાથી વર્તાતો ખાલીપો પણ ભારેખમ થઈ જાય છે.ગળે બાઝતાં ડુમાંને અને આંખે ઉભરાતાં આંસુંને તારી સાથે સિધો સંબધ છે એતો હવે સમજાય છે!
હ્રદયતો હમણાં પણ ધબકે છે;પહેલાં જેવુંજ! પણ એનો દરેક ધબકાર તારા નામનો ચિત્કાર પોકારતું હોય એવું ભાસે છે. તું હતી ત્યારે બધું મંત્રવત ચાલતું હતું અને હવે બધું યંત્રવત ચાલે છે.
આંખોને હમણાંથીજ બેતાલાં આવશે એવું લાગે છે.બીચારી બેઉ જણીઓ સતત મોબાઇલની સ્ક્રીન ઊપરજ મંડાયેલી રહે છે! આંખો મીરા અને શબરી બન્નેની ભુમિકા એકસાથે ભજવે છે. એકલાં હોવું એટલે હજારોની મેદનીમાં કેન્દ્ર્સ્થાને હોવા છતાં કંઇક ખૂટ્તું
લાગતું હોય એ છે.
પહેલાંતો સવાર થાય એટલે સાંજ પડવાંની રાહ જોવાતી અને સાંજ પડ્યે રાતની! પણ હવેતો કેટલો સમય વિત્યો એની ગણતરીઓ મંડાય છે.તુ હતી ત્યારે સાડા-પાંચ ફૂટનાં શરીરનાં ઘોર અંધકારમાં ધબકતું હ્રદય "ચાંદની"શી શીતળતાં અનુંભવતૂં હતૂં અને હવે જાણે સૂર્યનો ધખધખતો ગોળો!
આમ સો વાતની એક વાત! તું હતી ત્યારે બધુંજ હતું અને તું નથી ત્યારે કંઇજ નથ!તારા હોવાપણાંની અનુભૂતી બધેજ થાય છે. એટલે તું સર્વત્ર છે. અને હા, સર્વસ્વ પણ!! તું માત્ર તું જ છે, તાને કોઈની ઉપમાં આપી શકાય નહિ.તુંમ એકજ છે છતાં અનંત છે.તારા વિરહને કદાચ કૃષ્ણ વિષાદયોગ કહેવાતો હશે.
એજ તારો,
રાધાવિનાંનો.....