જોઇએ છે
એક "પાક્કો" દોસ્તાર
મારી એકલતાનાં સાથીયામાં અવનવા રંગો પુરી શકે એવો..
જેનો રંગ ક્યારેય ઝાંખો ન પડતો હોવો જોઇએ...
જે
મારા દિવસની એકલતા
અને
સાંજની ઉદાસીનતા ભાંગી શકે એવો હોવો જોઇએ....
જેનુ નામ મોબાઇલની સ્ક્રીન કરતા દિલની તકતી ઉપર વધુ વાર બ્લીંક થતુ હોય એવો..
અને સૌથી ખાસ એ કે મને મારાથી વધુ ઓળખી શકતો હોય એવો..
નોંધઃ દલાલો માફ કરશો.