વ્હાલમ, હવે ન એવુ ચાલે,
વ્હાલમ,તું રોજ મને સતાવે.ક્યારેક તું અમસ્તો આવી પ્રેમ વરસાવે,
ને ક્યારેક છપ્પનિયો બની તું તરસાવે.
વ્હાલમ,તું રોજ મને સતાવે,
વ્હાલમ, હવે ન એવુ ચાલે.
હવે બારમાસી ફુલ બની ફુટ મારામાં,
-તારી મોસમની રાહ જોવી ન ફાવે.
વ્હાલમ, હવે ન એવુ ચાલે,
વ્હાલમ,તું રોજ મને સતાવે.
nice
ReplyDelete