વ્હાલી રાધા,
તું કુશળજ હશે.........
આજે તને "કાગળ" લખવાનું મન થયું... હમણાં તારી યાદ બહું આવે છે,એક તો વસંત મ્હોરી છે ને બીજી તરફ "વેલેન્ટાઇન ડે" નજીક છે.. પછી તું જ કહે આવી મોસમમાં તું યાદ ન આવે તો કોણ યાદ આવે???
જોકે રાધા તું તો મને દરેક મોસમમાં જ યાદ આવે,ક્યારેક એકાદ વરસાદનું ઝાપટું આવે કે તું મને વરસાદ થઈ ભિંજવે,ને શિયાળામાં રોજ તું સાંજ બનીને મને પજવે.એટલે તારા ભુલાવાનો તો કોઇ સવાલ જ નથી..
છતાં હમણાં તું કંઈક વિશેષ યાદ આવે છે,અને આમેય તારી યાદ સિવાય મારી પાસે બીજું છે પણ શું???તૂં પ્રત્યક્ષ તો નથી જ ને!!ક્યારેક થાય છે આ તે કેવો પ્રેમ??જેમાં પ્રત્યક્ષ મળવાનું હોતું જ નથી.....!!!માત્ર વિરહજ??? હશે,કદાચ પ્રેમ એનેજ કહેવાતો હશે..
પણ રાધા,આપણાથી નથી મળાતું એ જ સારું પણ છે.કારણકે આ દેશમાં તો પ્રેમીઓ ને હડધૂત કરાય છે.. અરે ખુલ્લેઆમ પિટવામાં આવે છે પ્રેમીઓ ને અહીં....તારે જોવું હોય તો જોઈ લેજે "વેલેન્ટાઇન ડે" ના દિવસે,પ્રાણીઓ ની જેમ માર મારવામાં આવશે એમને...અહિં બધા ધર્મનાં ઊપાસકો ને રક્ષકો ઘણાં છે..એટલે એમની સંસ્ક્રુતીની રક્ષા કરવાંમાટે રસતાઓ પર ઘણાં સ્વયંસેવકો ઉતરી આવશે..
તો બીજુંતો શું કહું???તને યાદ કરીને તને પત્ર લખવાં ગયો ત્યાં બીજુંય ઘણું યાદ આવી ગયું ને મન ખાટું થઈ ગયું..જવાદે હવે તને નથી લખવું....કદાચ હજુ કંઈ લખવાં જઈશ ત્યાં બીજું જ લખાશે....
તારો જ વ્હાલો,
રાધાવિનાંનો....
very good .........
ReplyDeleteભાઈશ્રી,આપનો બ્લોગ અને રચનાત્મક અભિગમ ખુબ જ ગમ્યાં. સાહિત્યસાગરમાંથી મોતીડા વિણવા એ સરળ કામ નથી. તમે એ કાર્ય ઉપાડીને માત ગુર્જરીની સેવા કરો છો. ખુબ ખુબ અભિનંદન !
ReplyDeleteમારા બ્લોગમાંથી કંઈ ટાંકું ?
એ તો સ્ત્રીશક્તિની આરાધનાં જ હતી હો કે શ્યામ રાધા પાછળ ઘેલો થઈને ફરતો હતો ! નહિતર રાધેશ્યામ રાધેશ્યામ કહીને કોણ ભજવાનું હતું ?
bhai tame to dire dire dhana mota shahityakara bani gaya. vachi ne dhani maja aavi gai.aavuj saru saru lakhto rahe evi mari shubh kamna.
ReplyDeletehey mara nmitra tara blog vanchine ghano aanand aavyo su lakhyu 6 dost manigaya tamne to.thank u.
ReplyDelete