Saturday, November 13, 2010

વ્હાલા મોમ-ડેડ,
         Happy Children's day;આમ તો આ અમારા ભુલકાઓ નો દિવસ!પણ મોટેરાઓ એક દિવસ માટે પોતાની મોટી-મોટી પદવીઓ ભુલીને પોતાના બાળપણનો ઉત્સવ ઊજવે તો ન ચાલે??બાળપણ એટલે કોઈ ઉંચી ટેકરી ઊપરથી સરોવરમાં કુદકો મારવા જેવો રોમાંચ.આવો રોમાંચ મેળવવાં તમને તમારી મલ્ટીનેશનલ કંપની એકાદ દિવસની રજા ન આપે?
         જોકે અમારાં કરતાં તો તમે બહુજ લકી હતાં કે તમને તમારું બાળપણ "ભર-પૂર" માણવા મળ્યું.બે વર્ષે બેબી સીટીંગમાં કે ત્રણ વરસે નર્સરીમાં અને ત્યારબાદ સ્કુલ-ટ્યુશનસ જેવાં નિયમો ત્યારે ન હતાં.તમે તો પેટ ભરીને રમયાં અને રખડયાં,ફાટેલાં ખિસ્સામાં ગોટી-કોડી લઇને આખે ગામ રખડ્યાં અને તમારાં Cousions સાથે નાની-નાની બાબતો ઉપર લ્ડ્યાં..
         નસીબદાર હતાં તમે,કાશ અમને પણ તમારા જેવી મજાની લાઇફ જિવવાં મળતે!!અમને તો બપોર સુધી સ્કુલ,બપોર પછી ટ્યુશનસ,સાંજે હોબીક્લાસ અને રાત્રે હોમવર્ક!!!અમને રમવાં રખડવાંનો કોઇ સમયજ નહિ??
         આપણી પોશ સોસાયટીનાં આપણાં આઠમાં માળનાં ફ્લેટમાંથી જ્યારે હુ બાજુની ઝૂંપડપટ્ટીનાં છોકરાંઓ રમતાં જોઉંને ત્યારે મને એમની ભારો-ભાર ઈર્ષા થાય છે!મારે પ્લેસ્ટેશન નથી રમવું મારે તો પકડદાવ રમવાં છે!આંખે પાટા બાંધી દોસ્તોને શોધવા છે.એજ દોસ્તો સાથે આખા બજારમાં ભટકવું છે અને બરફગોળા ખાઇને હોઠ લાલ કરવાં છે.મમ્મા જો હુ ક્યરેક એકાદ ગોળો ખાઇ લઉં તો મારાં દાંત બગડી નથી જવાનાં!નવા જમાનાએ એ બધી વહિયાત વાતો શોધી કાઢી છે.
         મારે સ્વીમ કોસ્ચ્યુમ પહેરીને સ્વમિંગપૂલમાં નથી તરવું,મારે તો દોસ્તો સાથે Nude થઇ નદીમાં છબછબીયાં કરવાં છે."બાળપણ અને Nudity ને કોઇજ સબંધં નથી"
મારે ટીવી ઊપર એનીમેટેડ રામાયણ અને મહાભારત નથી જોવા, મારે તો રાત્રે ડેડીનાં બાવડાં ઉપર માથુ રાખીને એ વર્તાઓ સાંભળવી છે.પણ મારુ બેડ-લક કે ડેડી આવે એ પહેલાં હુ ઊંઘી જાઉ છું.
         મમ્મા મારે તારા હાથની ગરમ-ગરમ ફુલેલી રોટલી ખાવી છે,અને તારા હાથે મારાં માથામાં તેલ લગાવવું છે.મને આયાના હાથનું કંઇજ ફાવતુ નથી.તારી સાથે બેસીને ફિલ્મો જોવી છે અને તારા પ્રેમનો અખૂટ ધોધ મારા હાથમાં ઝીલવો છે પણ તું છે કે મારા માટે સમય કઢતીજ નથી!
         મોમ-ડેડ,બાળપણ એટલે નચિંત થઇને રમવું અને જીવનનો ઉત્સવ...ખભા ઉપર ચોપડાંનાં અને મગજ ઉપર ભણતરનાં ભારા નહિ!બાળપણ એટલે દોસ્તો સાથે કોઇકની પજવણી અને કોઇ પણ વિષય ઉપર નાહકની દલીલો,સાયન્સ અને જનરલ નોલેજનાં થોથા નહિ!આખરે આ સમયજ તો જિવવાં માટેનો છે, અમને અમારી જિંદગીનો થોડો સમય નકામી વાતોમાં વેડફવાં આપશો??
                                                એજ તમારું,
                                                 બાળક.


Taare Zameen Par 

Dekho inhein yeh hai onss ki boodein
Patto ki goodh mein aasamaan se khude
Angdai le phir karwat badal kar
Nazuk se moti hasde phishal kar
Kho na jayee yeh
Taare Zameen par1 comment: