છોકરો ઝુલે હિંચકે અને મનમાં
એક છોકરી ઝોલા ખાય,
મૂછનેતો ફૂટ્યાં હજુ બે-ચાર ત્યાં
જવાનીનો ઉત્સવ ઊજવાય!
જુલમ કરી મન પરોવે ચોપડીમાં
પણ જીવ છોકરીમાં અટવાય.
માળા એ જપે રોજ એનાં નામની
ને એના નામનાજ કિર્તન થાય.
કરે એ કલ્પનાંઓ જાત-જાતની,
મનમાં રોજ નવુ નાટક ભજવાય.
આસ્થા બંધાઇ એને તો કૄષ્નમાં
રાધા મિલનની માનતા મનાય.
ર.પાની એ વાંચે રોજ કવિતા
અને મનમાં ને મનમાં હરખાય.
જુલમ કરી મન પરોવે ચોપડીમાં
ReplyDeleteપણ જીવ છોકરીમાં અટવાય.
કરે એ કલ્પનાંઓ જાત-જાતની,
મનમાં રોજ નવુ નાટક ભજવાય.
આસ્થા બંધાઇ એને તો કૄષ્નમાં
રાધા મિલનની માનતા મનાય.
ર.પાની એ વાંચે રોજ કવિતા
અને મનમાં ને મનમાં હરખાય.vah vah,,hmmm y to experience bole che taro!!!
na.. na........ matra kalpanj che..
ReplyDeletekhubhaj sarsh 6 bhai
ReplyDeleteane sachu pan aetlu j 6
keep it up bro