Wednesday, January 26, 2011

જરા યાદ ઉંન્હેભી કરલો......
       આજથી એક દાયકા અગાઉ ૨૬ જન્યુઆરી ૨૦૦૧નાં રોજ એક તરફ સમગ્ર દેશમાં અને રાજ્યમાં પ્રજાસતાકદિન ઊજવાય રહ્યો હતો અને એક તરફ સવારે ૮-૪૬ કલાકે ગુજરાતની અને એમાંય કચ્છની ધરણી ૭.૬થી૮.૧ની તીવ્રતાથી ધણધણી હતી.જેનુ એપી સેંન્ટર ભચાઉથી ૧૬ કીમિ દુર આવેલાં ચોબારી પાસે હતું.હજુ લોકો શું થાય છે?અને શું થઇ રહયું છે એની ગણતરી માંડે છે ત્યાંતો સેંકડો મકાનો પત્તાંના મહેલની જેન જમીનદોસ્ત થયાં અને હજારો લોકો કાળનો કોળીયો બની ગયાં.
     ગણતરીની મિનીટોમાં દેશનું અને વિશ્વનું ધ્યાન કચ્છ ઊપર કેન્દ્રિત થયું.લોકો તાગ પામી ગયા હતાં કે આ નૂકશાની કોઇ જેવી-તેવી ન હતી.ભૂકંપની બીજીજ ક્ષણથી વીજળીનો પરવઠો અને સંદેશાવ્યવહાર ઠપ્પ થઈ ગયો અને આપણી જ્યાં નજર પડે ત્યાં અત્ર-તત્ર-સર્વત્ર રણ કે પાણી નહિ પણ કાટમાળ અને લાશોના ઢગલાં દેખાવા માંડ્યા હતાં.કાળે માણસની સણસણતી થપાટ મારી હતી.જ્યાં જુઓ ત્યાં વિશાળકાય મકાનોનાં અને ચગદાઇને રટલો બની ગયેલી માનવલાશો જ દેખાય.કોઇએ પોતાનું મકાન ખોયુ તો કોઇએ પોતાની મા તો કોઇએ શાળામાં ધ્વજવંદન કરવા ગયેલી પોતાની વહાલસોઇ દિકરી ખોઈ હતી.અને જે જીવી ગયા હતા એ જાણે મરવાનાં વાંકે જિવતા હતાં!
     જોતજોતામાં માણસની જાત સાવ લાચાર અને નિઃસહાય બની ગઇ હતી.આખરે કુદરત આગળ આપણું ચાલે પણ શું?સમગ્ર દેશમાંથી અને વિશ્વમાંથી રાહતો આવી,ધાબળા-કામળા-કપડાં-અનાજ-દવા વગેરેની ટ્રેનોની ટ્રેનો અને વીમાનો કચ્છ ઉતરી પડ્યાં.થોડાજ કલાકો પહેલાં જે માણાસ લક્ષાધીપતી હતો એ ખોરાક માટે લાઈનમાં ઉભો હતો.રહત કાર્યો પુરજોશમાં શરુ થયાં અને મેદાનો છાવણીમાં પલટાયાં અને કેંમ્પો શરુ થયાં અને સરકારે અને લોકોએ કચ્છને બેઠું કરવામાટે કમ્મર કસી.
     લોકોને હવે ધીરે-ધીરે સમજાવા માંડ્યુ હતુ કે આ રડવાનો નહિ પરંતુ લડવાનો વખત છે.શૂન્યમાંથી સર્જન કરવાની પ્રક્રિયામા માણસ મને કે કમને જોતરાય ગયો હતો.ઉધ્યોગો,રોકાણકારો સરકારની મદદ અને કચ્છીમાંડુંઓની કુનેહને કારણે કચ્છ ફરી ઉભુ થયું.રુઆબભેર!!અને એનાંજ પરીણામે આજે કચ્છમાં પોતાની યુનિવર્સિટી, નવી અનેક કોલેજો,બ્રોડ્ગેજ ટ્રેનો, સારા રસ્તાઓ,નવીનતમ બંદરો અને એરર્પોર્ટ છે.એક દાયકામાં એણે હરણફાળ ગતી કરી અને વિશ્વની આગળ ગુજરાતીઓની કુશળતા અને ખમીરીનો એક દાખલો કાયમ કરી દિધો.આમેય માણસની જાતને પીપળાનાં ઝાડની જેમ રહિરહિને મૂળિયાં જમીનમાં ખોસવાની અને વિકસવાની આદત છે.

શ્રધ્ધાંજલી:

આગલી રાત્રે જેમને સપને પણ ખ્યાલ ન હતો કે આવતી કાલે અમારુ કમોત થવાનું છે એવાં મૄતકોને..................


2 comments:

  1. hats of u......ame aama thi pasar thai ne ahiya pochya chhie so....અચાનકનો એક આંચકો જ ભારે પડી ગયો અમને, બાકી તો ભૂકંપ પણ ક્યાં નથી પચાવી જાણ્યાં અમે…!! સ્નેહા-અક્ષિતારક,

    ReplyDelete
  2. અંકીતભાઈ.....ખુબજ સંવેદનશીલ અને લાગણી સભર છે... ભૂકંપ નો એ દિવસ આપણે ક્યારે પણ ભૂલવાના નથી...મારા જેવા જે તે સમયે એવી ઉમર માં હતા જેમને જલસા ના દિવસો હતા... પરંતુ ધરતીકંપ અચાનક અને ગણી જવાબદારી આપી ને ગયો...હા હિંમત જરૂર હતી પણ જે હુંફ સમાજ થી તથા અન્ય સ્ત્રોત થી મળી તેને આપણને જલ્દી ઉભા થઇ જવા માં મદદ કરી.....

    ReplyDelete