Friday, November 13, 2009

સંબધ તારો-મારો

સંબધ તારો-મારો


સુકાયેલી નદી જેવો

સાવ શુષ્ક

ન કોઇ તરંગ કે આંદોલન

કે ન ભીનાસ,

માત્ર સુકો પથરાળ

ખરબચળો પ્રદેશ-

જ્યાં નથીતો લાગણીઓનાં

ઘોડાપુર આવતાં

કે નથી પ્રેમની ગહેરાઇ

અહીંતો કિનારા જ નથી.....

પછી મિલન ની ઝંખના કયાંથી???

ન ખળખળ વહેવાની ખેવના

ન સાગરમાં જઈ

ભળવાની ઊત્સુકતા-

શુષ્ક્તા,માત્ર ને માત્ર શુષ્ક્તા,

બીજુ કંઇજ નહી.

સુકાયેલી નદી જેવો

સંબધ તારો-મારો.

Thursday, November 5, 2009

બરફની જેમ


થીજી ગયેલી

લાગણીઓ જ્યારે

અચાનક પીગળે

અને પછી

આંખોમાંથી

આંસુ બની ટપકે

ત્યારે હ્ર્દયની જે

હળવાસ હોય એ

તે અનુભવી છે????

તું ક્યારેય રડી છે?

Tuesday, October 27, 2009

જે કંઇ થવાનું હતું એ થઇ ગયું,


બાકી સઘળું યાદ રૂપે રહિ ગયું.

લલાટે જે લખ્યું હોય એજ થાય,

બન્યુ છે??નસીબ કોઇ લઇ ગયું?

નસીબતો આમેય અતડુજ રહે છે

દુઃખ ક્યાં કોઇને ત્યાં કાયમ રહ્યુ?

આ તો નાટક છે ને તું એનું પાત્ર,

તટસ્થ પણે ભજવ કાનમાં કોઇ કહિ ગયું.

Tuesday, October 13, 2009

તારી ઝુકેલી નજરો....


સાંજે આથમતાં સુરજ જેવી.

ગુઢ અને ગહન,

કેટલાય પ્રશ્નો ખડા કરતી

મારાં માટે,

કયારેક અર્થવિહિન

કયારેક અર્થસભર,

ગમતી-અણગમતી

આશ્ચર્ય પમાડતી

ગૂંચવતી-ઉકેલતી

અને ક્યારેક મારા માટે

ખુદ પ્રશ્નાર્થ બની જતી

તારી ઝુકેલી નજરો....
આમ અચાનક જ


વરસાદ પડે ને

રાધા તું યાદ ન આવે

એવું બને???

માટીની મીઠી સુગંધ

સાથે

સુગંધ બની તું

મારામાં ભળે......

Tuesday, September 29, 2009

કયાં છે તું?હવે ઝુરાપો ન આપ ઇશ્વર,
તારા હોવાનો પુરાવો આપ તુ ઇશ્વર.
તુંય જોતો તો હશેજ ને હાલત અમારી?
હવે કોઇ તો કર ચમત્કાર તું ઇશ્વર.
તું તો કે'તો તો ને"સમભ્વામિ યુગે યુગે"?
હવે બોલ્યો છે તે પાળ તું ઇશ્વર.
કાગડોળે રાહ જોઉ છું હું તારી,
બને એટલો વ્હેલો આવ તું ઇશ્વર.

તરી યાદ.....

તારી
યાદ,
વરસાની જેમ આવે
અને મને ભિંજવે આખો.
ગુલાબી ઠંડીની જેમ
મને બાથમાં ભિડે
અને પછી.......
ઉનાળાની બપોરની જેમ,
મને વ્યાકુળ કરીને
એકલો છોડી જાય છે.
તારી
યાદ.

Saturday, August 1, 2009

સાંજ પડ્યે
ખૂંટે બાંધેલું વાછરડું
એની માં ની રાહ જોતુ ભાંભરે
ત્યારે એની આંખોમાં
જે પ્રતિક્ષા
અને હદયમાં જે લાગણી હોય
એજ પ્રતિક્ષા અને લાગણી
હું અનુભવું છું
તારા માટે રાધા,
સાંજ પડ્યે.

Friday, July 31, 2009

આજે તો મજા પડી પહેલાં વરસાદમાં,
મને આજે તું મળી પહેલાં વરસાદમાં.
અદા તો રાજ-નરગીસ વાળીજ હતી,
મને મારી રાધા મળી પહેલાં વરસાદમાં.

Sunday, July 12, 2009

યાદ આવ્યા તમે................

આંબે કોયલ ટહુકીને
યાદ આવ્યા તમે,
મારી આંખો ફરકીને
યાદ આવ્યા તમે.
પડે સાંજ અને મળતાં તમે,
થાઉં જો મોડો તો લડતાં તમે.
ફરી થઈ છે સાંજને,
યાદ આવ્યા તમે.
હું આપુ ગુલાબ ને હસતા તમે,
હ્રદય પર ધરી ચુમી લેતા તમે.
છોડ પર ઉગ્યુ ગુલાબને,
યાદ આવ્યા તમે.
આવે ઠંડો પવન અને ઊડે ઝુલ્ફો,
એ ઝુલ્ફો પર હાથ ફેરવતા તમે.
આવ્યો થંડો પવનને,
યાદ આવ્ય તમે.
કેહતો ગઝલને સાંભળતા તમે,
ખુદ શબ્દો ગઝલનાં બનતા તમે.
મેં લખી ગઝલને,
યાદ આવ્યા તમે.

શોધું છું

જન્મ મરણની નાળ શોધું છું,
હું પાણીનો આકાર શોધું છું.
કેટલો ભાર છે
છતાંય ટકી છે.
હું પૃથ્વીનો આધાર શોધું છું.
મારું-તારું કરે
છે બધા અહીં,
હું વણલોભી વ્યવહાર શોધું છું.
અમાસ છે ને
અંધારી રાત છે,
બસ,નવી સવાર શોધું છું.
ત્રાસ થાય છે
નથી ગમતું હવે,
હું નવો કોઇ સંસાર શોધું છું

Saturday, May 23, 2009

એ રોજ મને મળે સપનાંમાં..


મને એ રોજ મળે...

મુરલી વગાડવા કહે..

હુ ના કહુંએને સતાવું,

એ રિસાય,

હું મનાવું..એ હસે.......

હુ વાંસળી વગાડું...

એ હાથમાં મોરપિચ્છ લઇ

આંખો બંધ કરી મને સાંભળે,

મારામાં એકાકાર થાય.

એ મરામાં ભળે,

હું એનાંમાં....

એ રોજ મને મળે સપનાંમાં..

Wednesday, May 20, 2009

હા રે હા ભાઇ.....


રડતાં-રડતાં અમે હસી પડયાં,,હા રે હા ભાઇ.....

પ્રેમમાં અમેતો લપસી પડયાં,,હા રે હા ભાઇ......

ધ્યાન ન ખાવા-પીવાનું,બોલવા-ચાલવાનું,

ગાંડામાં અમે ખપી ગયાં,,,,,હા રે હા ભાઇ.....

હતી દુશ્મની સાતપેઢીની શબ્દો સાથે અમારી....

અમે શાયર-કવિ બની ગયાં,,હા રે હા ભાઇ.....

હવે અબોલા ન કરતાં રાધારાણી મારી જોડે...

કલ્પનાં વિરહની કરી અમે ડરી ગયાં.હા રે હા ભાઇ.....

તારું ન હોવું એટલે..............

તારું ન હોવું એટલે???????
જાણે ગોરંભાયેલું આકાશ...
તારું ન હોવું એટલે???????
નિર્જીવ શરીરમાં ચાલતાં શ્વાસ.
તારું ન હોવું એટલે??????
અંધારી રાતે બળબળતો તાડકો.
તારું ન હોવું એટલે........
જાણે સાગરજળમાં ભળકો....

Saturday, May 16, 2009

શબ્દો અને સાહિત્યકાર નો કોઇ પ્રક્રાર નથિ હોતો.......... કે ન તો શબ્દો અને સાહિત્યકાર ને કોઇ જાત હોય...... પ્રકાર સાહિત્યનો હોય છે...... શબ્દો અને સાહિત્યકારનુ કામ છે પ્રગટ થવાનું....... સ્પષટ પણે પ્રગટ થવાનું...... પછી ભલે એ કાવ્ય રૂપે હો કે પછી ગઝલ,વારતા કે નવલક્થા રૂપે હોય......... શબ્દોનું બીજુ નામ છે વરસવુ........ શબ્દો મને હમેંશા વરસતા લગ્યા છે....... ક્યરેક એ મોંઢામાં ગોળનો ટુકડો લઇ ને વરસે છે.......... તો ક્યરેક અસિડ વર્ષા થાય છે.......... શબ્દો પ્રેમ છે..... તો શબ્દો ધિક્કાર પણ છે........ શબ્દોને કોઇ સિમા નથી હોતી........ સિમા શબ્દ બોલનાર ને હોય છે........ શબ્દો અજર છે.......શબ્દો અમર છે....... શબ્દો અનાદિકાળથી ચાલતા આવ્યા છે.......... શબ્દો પ્રુથ્વીના અંત પછી પણ જીવશે....... શુન્યકાર પણ એક શબ્દજ છે........જેમ ભગવાન ક્રિષ્ના દરેક જીવોમાં રહેલા છે એમ શબ્દ વિશ્વની દરેક ભાષામાં રહેલો છે.......... શબ્દો ભાષાનાં પ્રાણ છે....... શબ્દોની વ્યાખ્યા લાંબી છે.......... શબ્દોની વ્યાખ્યા અનંત છે.......

Friday, May 15, 2009

આમ તો હું બઉ નાનો આદમી ........... blog જેવી વસ્તુ મા મરાથી ના પડાય......... છતાં એક પ્રયત્ન મેં કર્યો છે......... એક કોશિશ કરી છે ગુજરાતી સાહિત્ય માટે કંઇ સેવા કરવાંની.......... એક કોશિશ કરી છે મારી ભાષાને પેટ ભરીને પ્રેમ કરવાંની........... આમ તો હું બઉ નાનો આદમી...........